કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી

કલોલમાં આવેલ મુખ્ય બસ સ્ટેન્ડમાં ડામરનો રોડ તૂટી ગયો છે. આ રોડ બનાવવા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી થઇ નથી. બિસ્માર રોડને કારણે બસ ચાલકો તેમજ મુસાફરોને લેવા મુકવા આવનારા વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર આ રોડની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ચોમાસાની સીઝન દરમિયાન બસ સ્ટેન્ડની હાલત નર્કાગાર થઇ જાય છે. ધોધમાર વરસાદની પરિસ્થિતિમાં સમગ્ર બસ સ્ટેન્ડ જળબંબાકાર થઇ જતું હોય છે. અહીં પાણી બહાર કાઢવાની વ્યવસ્થા પણ અપૂરતી હોવાનું સામે આવ્યું છે
View this post on Instagram