કલોલ હાઇવે પર ટ્રક-એસટી વચ્ચે અકસ્માત,બસ ચાલકનું મોત,19 ઘાયલ

કલોલ હાઇવે પર ટ્રક-એસટી વચ્ચે અકસ્માત,બસ ચાલકનું મોત,19 ઘાયલ

Share On

કલોલ હાઇવે પર ટ્રક-એસટી વચ્ચે અકસ્માત,બસ ચાલકનું મોત,19 ઘાયલ

કલોલ હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે રાત્ર અકસ્માત સર્જાયો હતો. ટ્રકને પાછળથી આવતી એસટી બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 19 જેટલા મુસાફરો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બસમાંથી મુસાફરોને ઇમર્જન્સી એક્ઝિટમાંથી બહાર કઢાયા હતા.

કલોલ જીઆઇડીસીના ગેટની સામે આવેલ મેઈન હાઇવે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બે ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર સર્જાયેલ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ 19 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક ડ્રાઇવરનું નામ પ્રફુલસિંહ ચૌહાણ (ઉંમર ૩૫) સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બસમાં કુલ 45 જેટલા મુસાફરો હતા.

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

 

કલોલ સમાચાર