કલોલ હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણના મોત

કલોલ હાઇવે ફરી ગોઝારો બન્યો છે. છત્રાલ પાસે આવેલ બિલેશ્વરપુરા ગામના પાટિયા પાસે એક ગાડીએ ત્રણ લોકોને ટક્કર મારી હતી. ટક્કરને પગલે ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણના મોત થતા તેમની લાશને પીએમ માટે કલોલ લવાઈ હતી.
મુદરડા ગામમાં ત્રણ મૃતકો રહેતા હોવાની વિગત સામે આવી હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કલોલ સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મૃતકોની લાશ લવાઈ હતી. અહી મૃતકોના સગા સંબધીઓ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કલોલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેને અટકાવવા જરૂરી બન્યા છે.