કલોલ શેરથા પાસે હાઇવે વચ્ચે ગાય આવી જતા પતિ પત્ની બાઈક પરથી પટકાયા
શેરથા કસ્તુરી નગર પાસે કલોલ થી અમદાવાદ તરફ જઈ રહેલ પતિ-પત્નીને અચાનક પશુ આવી જતા ગાયનો બચાવ કરવા જતા તે રોડ પર પટકાયા હતા. તેઓને નાની મોટી ઇજાઓ થયેલ હતી. આ બનાવમાં ટોલ ટેક્સની એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
અમદાવાદ-કલોલ-મહેસાણા રાજ્ય ધોરીમાર્ગ પર દૈનિક લાખો વાહનો પસાર થાય છે. આ હાઇવે પર ગાયોના ટોળેટોળા જામતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા રખડતા ઢોરને હાઇવે પરથી દૂર કરવા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ચોમાસું આવતા જ રોડ ઉપર ગાયોનો ત્રાસ વધી જવા પામ્યો છે. આ સંજોગોમાં ટોલ કંપની દ્વારા કોઈ જાતની સાવધાની રાખવામાં આવતી નથી જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે.