કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે 

કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે 

Share On

કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે

કલોલમાં કોલેરાના કુલ કેસનો આંકડો 76 પર પહોંચ્યો છે. શનિવારે વધુ 27 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આઠ લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત સતત બીજા દિવસે પણ કલેકટર કલોલ દોડી આવ્યા હતા અને રોગચાળાની સમીક્ષા કરી હતી.

આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કલોલની મુલાકાતે છે. આરોગ્ય મંત્રી કલોલ સિવિલ ખાતે મુલાકાત લેશે. કલોલમાં શનિવારે નોંધાયેલ કોલેરાના 27 માંથી સાત દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર,પાંચને જીએમઈઆરએસ અને એક દર્દીને અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા 6 જેટલા સ્ટુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા.


કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા અમિત શાહે તાકીદ કરી હતી.છેલ્લા કેટલાક દિવસથી કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા છે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે વાતચીત કરી હતી.

કલોલના કોલેરા ફાટી નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું,જાણો શું કામગીરી કરી 

કલોલમાં કોલેરાનો ભય,આ વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

 

કલોલ સમાચાર