કલોલ નગરપાલિકામાં ભાજપના સભ્યોના ધડાધડ રાજીનામાથી હડકંપ
કલોલ નગરપાલિકામાં ઉકળતા ચારુ જેવી સ્થિતિ છે. ગઈકાલે 12 લોકોએ રાજીનામાં આપી દીધા હતા.અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે શૈલેશ પટેલની નિમણુક કરી છે. શૈલેશ પટેલ વિરુદ્ધ ભાજપના નગરસેવકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
ચુંટણીના દિવસે જ નારાજ થયેલા નગરસેવકોએ નામ જાહેર થયા બાદ રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ નારાજ નગરસેવકોને મનાવી લીધા હતા.જોકે તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવતા ફરી રાજીનામું આપ્યું છે.
કલોલ નગરપાલિકામાં ભાજપમાં આંતરકલહ ચરમસીમાએ પહોંચતા નેતાગીરી ચોંકી ઉઠી છે. 11 વોર્ડના નવ કોર્પોરેટરો એ રાજીનામાં ધરી દીધા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક સામે રોષ હોવાથી રાજીનામાં આપી દીધા હતા. બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ સામે પણ અસંતોષ જોવા મળ્યો છે. ગઈકાલે ત્રણ સમિતિઓના ચેરમેનોએ પણ રાજીનામા આપી દીધા હતા. યોગ્ય અને પ્રજાના કામ કરી શકે તેવા લોકોને હોદ્દા નહી અપાતા ચોતરફ રોષ જોવા મળ્યો છે.