કલોલમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા,11,500 રૂપિયા જપ્ત 

કલોલમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા,11,500 રૂપિયા જપ્ત 

Share On

કલોલમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા,11,500 રૂપિયા જપ્ત

કલોલમાં જુગારીઓએ માઝા મૂકી છે. શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મટવાકુવા રીક્ષા સ્ટેન્ડ પાસે જુગાર રમાય છે તેવી બાતમી મળી હતી. જેને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 11,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાપ્ત વિગત અનુસાર કલોલ પોલીસનો સ્ટાફ કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ફરતા ફરતા મટવાકુવા પાસે બાતમી હકીકત મળી હતી કે કલોલ મટવાકુવા રીક્ષા પાર્કિંગ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને જાહેરમાં પોતાના આર્થિક અને અંગત ફાયદા માટે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે.

જેને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી જાહેરમાં જુગાર રમતા જોવા મળ્યા હતા જેથી તેમને કોર્ડન કરીને જે તે સ્થિતિમાં પકડી પાડ્યા હતા. પકડાયેલ ઈસમો પાસેથી પોલીસે નામઠામ પૂરતા તેમણે પોતાનું નામ હમીદઅલી સૈયદ જણાવ્યું હતું તેમજ બીજા એ સમયે પોતાનું નામ ઈકબાલભાઈ ચૌહાણ અને ઈરફાન મલેક જણાવ્યું હતું પોલીસે ઈસમો પાસેથી રોકડ રૂપિયા 11,500 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલની રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ રહેતા હાલાકી  

કલોલ સમાચાર