કલોલના અંબિકા હાઇવે પરથી એકટીવા ચોરાયું

કલોલના અંબિકા હાઇવે પરથી એકટીવા ચોરાયું

Share On

કલોલના અંબિકા હાઇવે પાસે પાર્ક કરેલું એકટીવા ચોરાવાનો મામલો સામે આવ્યો છે. કલોલમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરોએ તરખાટ મચાવ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે.

 

 પંચવટી વિસ્તારમાં રહેતા આતુર બ્રહ્મભટ્ટ પોતાનું એકટીવા અંબિકા હાઇવે પર રહેલા બેંક ઓફ બરોડા ના એટીમ પાસે મૂકી નોકરી ગયા હતા. સાંજે તેઓ પરત આવતા એકટીવા જોવા મળ્યું નહોતું. જેને પગલે આસપાસમાં શોધખળ કરી હતી. પરંતુ એકટીવા ન મળતા તેમણે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કલોલ સમાચાર