કલોલ પોલીસે બર્થ ડે પાર્ટીમાં દારુ પીધેલા આઠ યુવક-યુવતીઓને ઝડપ્યા 

કલોલ પોલીસે બર્થ ડે પાર્ટીમાં દારુ પીધેલા આઠ યુવક-યુવતીઓને ઝડપ્યા 

Share On

કલોલ પોલીસે બર્થ ડે પાર્ટીમાં દારુ પીધેલા આઠ યુવક-યુવતીઓને ઝડપ્યા

BY પ્રશાંત લેઉવા | કલોલ

કલોલ તાલુકા પોલીસે અલુવાના એક ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટી કરતા આઠ જેટલા યુવક યુવતીઓને ઝડપી લીધા હતા. કલોલ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી બાતમી મળી હતી. જેને પગલે પોલીસે રેડ પાડી આઠ યુવક યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ઘટનાની વિગત અનુસાર અમદાવાદમાં રહેતા નીતિન અશોક મિશ્રા નો જન્મદિવસ હોવાથી  10થી 15 જેટલા યુવક યુવતીઓ અલુવાના ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા. અહીં તેઓ બુમ બરાડા પાડતા ગાંધીનગર કંટ્રોલ રૂમમાં કોઈએ ફરિયાદ લખાવી હતી.  જેને પગલે કલોલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ  ઘટના સ્થળે પહોંચી હતી. અહીં પોલીસે આવીને જોતા  8 થી 10 લોકો ગોળ ટોળુ વળીને બેઠા હતા અને વિદેશી દારૂની મહેફિલ જમાવી હતી.

રેડ દરમિયાન પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસ, પ્લાસ્ટિકની ડીશમાં બાઈટ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની બે ખાલી બોટલ જોવા મળી હતી.  પોલીસે જગ્યા કોર્ડન કરીને  દારૂ પીધેલા વ્યક્તિઓ  સિધ્ધરાજ લવજીભાઈ સોલંકી, નિલેશભાઈ સુરેશભાઈ ઝાલા, નીતિશ અશોક મિશ્રા, અશોકભાઈ અર્જુનભાઈ ખરાડી, યોમનો બીયોમ જેસી, મોના મહારામ કટારીયા, સુસ્મિતા કેન્દ્રો રાભા, શગુનસિંહ રાજકુમાર ચંદેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે  ત્યાં હાજર રહેલા અન્ય ઈસમો ના નામ ઠામ પૂછીને તપાસ કરી હતી જેમણે દારૂ નહોતો પીધો. પોલીસે ઘટના સ્થળેથી જોની વોકર રેડ લેબલ સ્કોચ વ્હીસ્કી  તેમજ વાહનો કબજે કર્યા હતા . પોલીસે કુલ મળીને 3.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર