કલોલમાં ભારતીય સિંધી સભા દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો 

કલોલમાં ભારતીય સિંધી સભા દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો 

Share On

સિંધી સભા દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ

દેશ ની આઝાદી પછી સિંઘ પ્રાંતમાંથી અનાશ્રીત તરીકે ભારત દેશમાં  આવીને વસવાટ કરતા સિંધી સમાજના લોકો પરંતુ સિંધી સમાજના લોકોને સરકારી લાભ જોવા જઈએ તો કશુજ પ્રાપ્ત થતું નથી.પોતાની બુદ્ધિ અને કઠોર પરિશ્રમ કરીને આજે સમગ્ર દેશમાં વેપાર,ધંધામાં સિંધી સમાજ નું પ્રભુત્વ જોવા મળે છે.વસ્તી ની ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો 1 ટકા થી વધુ હશે પરંતુ ભારત દેશની આર્થિક વિકાસ માં ખુબજ મોટું યોગદાન છે.

રવિવાર નારોજ કલોલ ખાતે આવેલ સીધુ ભવન હોલમાં ભારતીય સિંધી સભા દ્વારા સમાજના નબળા વર્ગ ને આયુષ્માન કાર્ડ મળી રહે તે હેતુ થી કેમ્પ યોજવામાં આવ્યું હતું.આ કેમ્પનું આયોજન ભારતીય સિંધી સભા ના કલોલ પાત્ ના પ્રમુખ ચંદન લાલવાણી, ભારતીય સિંધ સભા ઉતર ગુજરાત ના પ્રમુખ ભગવાન દાસ જેઠવાણી ના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું.

આયુષ્માન કાર્ડ માટે આવક ના દાખલા પણ કાઢી આપવામાં આવ્યા હતા.જેમાં ભારતીય સિંધી સભાના સેવા રૂપી કાર્ય કરવા માટે,પોતાના કીમતી સમય કાઢીને મત્રી હરેશભાઈ સેવકાણી,ઉપ મંત્રી મુકેશભાઈ જેઠવાણી,  મંત્રી  ઈશ્વરભાઈ તોરાણી,  કારોબારી સભ્ય  હિતેશભાઈ અસ્વાણી,પ્રદીપભાઈ લાખાણી, નરેશ ભાઈ છુગાણી અને સમાજ ના અન્ય આગેવાનોની ઉપસ્થિતમાં કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું.

કલોલ વર્કશોપ હાઇવે પર કારનું ટાયર ફાટતા ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો

કલોલમાં તસ્કરો ફાટ્યા : દુકાન તોડી 4 લાખ રૂપિયાનો સામાન ચોરી ગયા 

 

કલોલ સમાચાર