કલોલમાં BVM ફાટકે ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી 

કલોલમાં BVM ફાટકે ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી 

Share On

Khodiyar Parotha

 BVM ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી

કલોલમાં આવેલ  BVM રેલવે ફાટક લોકો  માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે હવે પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા લોકોને મોટી રાહત મળી  શકે છે. ઘણા સમયથી અટકી પડેલ ઓવરબ્રિજ બનાવાનું કામ હવે કલોલ નગરપાલિકાએ હાથ પર લીધું છે.

આ અંગે કલોલ નગરપાલિકા દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના નિર્દેશ થી ભાજપ શાસિત કલોલ નગરપાલિકા વિસ્તાર માં આવેલ બી.વી.એમ ફાટક પાસે લેવલ કોસિંગ નં.૨૩૨/B રેલ્વે કી.મી.૭૫૯/૬-૭ પાલનપુર અમદાવાદ વચ્ચે જંકશન પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવા સારું પાલિકા દ્વારા તા.૧૯/૦૧/૨૦૨૧ ના રોજ ઓનલાઈન ટેન્ડર કરવા સારું જાહેર નિવિદા આપી હતી.

જોકે તેમાં ફક્ત એક જ એજન્સી દ્વારા ભાવો ભરેલ હોઈ સરકાર ના પરિપત્ર મુજબ રી-ટેન્ડર કરવાનું થતું હોઇ સદર કામે પાલિકા દ્વારા બીજા પ્રયત્ન માટે ઓનલાઈન જાહેર નિવિદા આપેલ જેમાં કુલ – ૪ એજન્સીઓ એ ભાવો ભરેલ જેમાં L1 એજન્સી ના ભાવો ૧૪.૩૧ % ઊંચા આવેલ હોઈ એજન્સી પાસે કારોબારી સમિતિ માં થયેલ નિર્ણય મુજબ રેટ-એનાલિસિસ એજન્સી પાસે મંગાવેલ.જેની ચકાસણી સદર કામે રોકેલ કન્સલ્ટ પાસે કરાવેલ હતું.

MD Auto World

પરંતુ હવે એજન્સી ના ભાવો ૧૦ % કરતા ઊંચા આવેલ હોઈ સરકારશ્રી ના પરિપત્ર મુજબ ભાવો ના વ્યાજબી પણા સારું પાલિકા કચેરી દ્વારા તા.૧/૧૨/૨૦૨૧ ના રોજ પ્રાદેશિક કમિશ્નર ને વિગતવાર દરખાસ્ત મોકલી આપેલ જે અન્વયે તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ L1 એજન્સી ના ૧૪.૩૧% ઊંચા ભાવો નું વ્યાજબીપણું ચકાસી મંજુર કરવાનો અભિપ્રાય કાર્યપાલક ઈજનેર ,પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન દ્વારા આપેલ.

પાલિકા કચેરી દ્વારા નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ મુજબ તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ ની કારોબારી સમિતિ માં ભાવો મંજુર કરવા મુકેલ છે ત્યારબાદ સરકારશ્રી માંથી વધારાની ગ્રાન્ટ ની રકમ ની સુધારેલ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી L1 એજન્સી ને ટુંક સમય માં વર્કઓર્ડર આપવા માટે ભાજપ શાસિત નગરપાલિકા કટિબદ્ધ છે તેમ પ્રમુખે ઉમેર્યું હતું.

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

Home sale

કલોલ સમાચાર