
સંપનું ભૂમિપુજન કરાયું
કલોલ નગરપાલિકા દ્વારા રેલ્વે પૂર્વ વોર્ડ નંબર 11 માં 30 લાખ લિટર ના કલોલના સૌથી મોટો પાણીના સંપ બનાવવાની કામગીરીનું ભૂમિપુજન કરવામાં આવ્યું સંસદ સભ્ય અમિતભાઇ શાહ સાહેબના હસ્તે આ સંપનું ઈ-મુહૂર્ત થયેલ આજરોજ ભારતીય જનતા પાર્ટીના કલોલ શહેર સંગઠનના અધ્યક્ષ જે.કે.પટેલ, પ્રદેશના મંત્રી નિલેશભાઈ આચાર્ય તેમજ જિલ્લાના મંત્રી ભરતભાઈ સોલંકી પાર્ટીના મહામંત્રી,દરેક વોર્ડના કાઉન્સીલરોના ગૌરવ સમિતિના પ્રમુખ અને સ્થાનિક લોકોએ હાજરી આપી કાર્યક્રમ દીપાવ્યો હતો.
આ પ્રસંગે રેલવે પૂર્વમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યા દૂર કરવા માટે મેન વોટર વોટર વર્ષમાં ૩૦ લાખ લીટરનો સંપ અંદાજે 1 કરોડ રૂપિયા ખર્ચે બનાવવામાં આવનાર છે પણ વિવિધ સંપ નું કામ ચાલુ જ છે આવનારા સમયમાં પાણીની કોઇ સમસ્યા કલરમાં રહેશે નહીં જેના પ્રાથમિક જરૂરિયાત રૂપે આયોજન કરેલું છે રેલ્વે પૂર્વ વિસ્તારમાં અનેક વિકાસના કામો રોડ રસ્તા તેમજ આવનારા સમયમાં ચોખ્ખા પાણીની પાઈપલાઈન માટે પણ પ્રોજેક્ટ મૂકવાની તૈયારી છે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો : https://play.google.com/store/ apps/details?id=mobi.androapp. kalolsamachar.c7819