MLA બળદેવજી ઠાકોરે ડીંગુચામાં RCC રોડનું લોકાર્પણ કર્યું 

MLA બળદેવજી ઠાકોરે ડીંગુચામાં RCC રોડનું લોકાર્પણ કર્યું 

Share On

ડીંગુચામાં RCC રોડનું લોકાર્પણ

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ડીંગુચા ગામે રબારીવાસમાં ખાસ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલ RCC રોડનું લોકાર્પણ કર્યું હતું. આ કારણે રબારીવાસમાં રહેતા ભાઈઓ અને બહેનોને વાસમાં પાણી ભરાવવી, કીચડ થવો જેવી બાબતોથી કાયમી છુટકારો મળશે હોવાની વિગત છે.

 

આ ઉપરાંત કલોલ તાલુકાના વડસર-ભીમાસણ-સેડફા રોડ અને કલોલ-પાનસર-ડીંગૂચા-વડુ-કરજીસણ સુધીના 22 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી અપાવવાનું કામ બળદેવજી ઠાકોરે કર્યું છે.કલોલ તાલુકો સર્વાંગી વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. જેના ભાગરૂપે કલોલ તાલુકાના ડીંગુચા ગામે રબારીવાસમાં ખાસ ધારસભ્ય ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલ RCC રોડનું લોકાર્પણ કર્યું.

આ RCC રોડ 30 વર્ષથી વધુનું આયુષ્ય ધરાવે છે, જેના કારણે રબારીવાસમાં રહેતા ભાઈઓ અને બહેનોને વાસમાં પાણી ભરાવવી, કીચડ થવો જેવી બાબતોથી કાયમી છુટકારો મળશે.  MLA બળદેવજી ઠાકોરે આ પ્રસંગે હાજર રહેલ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોનો આભાર  માન્યો હતો.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો  

કલોલ સમાચાર