કલોલના મોટી ભોયણ પાસે બાઈક-રીક્ષા સામસામે અથડાયા
હાજીપુર રહેતા કાનાજી આતાજી ઠાકોર પેસેન્જર બેસાડીને મોટી ભોયણથી હાજીપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે જે કે લક્ષ્મી સિમેન્ટ આગળના વળાંકમાં એક બાઈક ચાલક પુરઝડપે આવ્યો હતો અને રીક્ષાને ટક્કર મારી હતી.
રિક્ષા અને બાઇક સામસામે ટકરાતા એક મહિલાને ઈજા થઈ હતી. મહિલાને સારવાર માટે સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીક્ષા ચાલકે બાઈક સવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અકસ્માતને પગલે 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ઘાયલ મહિલા સીતાબેનને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરાયા હતા. સીતાબેનને પગે ફ્રેક્ચર થતા પોલીસે બાઈક સવાર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.