કલોલમાં આવેલ શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

કલોલમાં આવેલ શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

Share On

બાળમેળામાં બાળકો એ તેમનામાં રહેલા વિવિધ પ્રકારના ટેલેન્ટ પ્રદર્શિત કર્યા હતા…..

ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના બાળકો પોતાના અવનવા ટેલેન્ટને કારણે દેશ તેમજ વિદેશમાં પોતાની નામના મેળવી રહ્યા છે, અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા બાળકોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા અર્થાત પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં આજરોજ શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાળમેળામાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમના શિક્ષકો અને વાલીઓ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મેળામાં વિશાળ સંખ્યામાં બાળકો, વાલીઓ અને કલોલ ની સ્થાનિક જનતાએ મુલાકાત લીધી હતી. શ્રી ઈશ્વર વિદ્યાલયના ટ્રસ્ટી પરેશભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નાસ્તા વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોએ તેમના માં રહેલા અવનવા ટેલેન્ટ ને બાળ મેળામાં પ્રદર્શિત કર્યા હતા. જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના ચાર્ટ, કાગળ કામની વિવિધ વસ્તુઓ, વિવિધ પ્રકારના ઘરોનું પ્રદર્શન, માટીના રમકડા, નાસ્તા ના વિવિધ સ્ટોલ, અને રંગોળી પ્રદર્શન, ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન તેમજ બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકો દ્વારા વિવિધ પ્રકારની વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ પણ બનાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

બાળકો દ્વારા પહેરવામાં આવેલા વિવિધ પ્રકારની વેશભૂષા ભારતની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરી રહી હોય તેમ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભારતીય પરંપરા નો અધ્યતન લહાવો શ્રી ઈશ્વર વિદ્યાલય ના બાળમેળામાં જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી ઈશ્વર વિદ્યાલયના ટ્રસ્ટી પરેશભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવનાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક સ્ટાફ, તેમજ વાલી મંડળ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કલોલ સમાચાર