કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 10 ખાતે આજરોજ ફ્રી આઇ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…….
કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 10 ખાતે આજરોજ ફ્રી આઇ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ સી આઈ એ સેન્ટેનિયલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એ ફ્રી આઈ ચેક અપનો લાભ લીધો હતો. ધારાસભ્ય બકાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન થયું હતું.
સંપૂર્ણ કેમ્પ દરમિયાન કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર (બકાજી), તેમજ લાયન્સ ક્લબ ઓફ સી આઇ એ સેન્ટેનિયલના પ્રમુખ અરવિંદભાઈ, જયેશભાઈ, ટ્રેઝરર મુકેશભાઈ, વિપુલભાઈ અને સ્થાનિક ભરતભાઈ એ હાજરી આપી હતી. આ કેમ્પ દરમિયાન 550 લોકોની આંખોનું ચેક અપ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં 390 જેટલા નિશુલ્ક ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 205 જેટલા લોકોનું ડાયાબિટીસ ચેકઅપ, અને 32 જણાને ફ્રી માં મોતિયાનું ઓપરેશન કરાવવા માટે કર્ણાવતી હોસ્પિટલ ઓગનજ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઉપરોક્ત મહાનુભાવો તેમ જ મોટી સંખ્યામાં આઈ ચેક અપ કરાવા પહોંચેલા લોકો દ્વારા સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.