બહેનનાં મૃત્યુ બાદ ટેક્સી ડ્રાઈવરે ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર

બહેનનાં મૃત્યુ બાદ ટેક્સી ડ્રાઈવરે ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર

Share On

ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર

પશ્ચિમ બંગાળનાં 24 પરગણાં જીલ્લામાં એક હોસ્પિટલ બની રહી છે જેની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ખાસ વાત એ છે કે આ ઓફિસમાં ના તો કોઈ લેટેસ્ટ મશીન છે ના AC જેવી સુવિધા છતાં આ હોસ્પિટલ ગરીબોની સારવાર માટે એક મોટું સ્થળ છે. આ હોસ્પિટલ સાથે એક ભાઈનાં દર્દની વાર્તા છુપાયેલ પડી છે જે ગરીબીને કારણે પોતાની બહેનનો ઈલાજ ના કરાવી શક્યો અને તે મૃત્યુ પામી.

ટેક્સી ડ્રાઇવર સાદુલ લશકરે તેની બહેન મારુફાની અકાળે મૃત્યુ પછી ગરીબોના સારવાર માટે 2004 માં એક હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. છાતીમાં ચેપને કારણે 17 વર્ષની ઉંમરે મારુફાનું અવસાન થયું. સાદુલ પાસે તે સમયે એટલાં પૈસા નહોતા કે તે દુર શહેરની હોસ્પીટલમાં સારવાર કરાવી શકે.

કોલકાતાથી આશરે 55 કિલોમીટર દૂર, બરુઈપુર નજીક પુંજી ગામના મારુફા મેમોરિયલ વેલ્ફેર ફાઉંડેશનના દર્દીઓના વેઈટિંગ હોલની દિવાલ પર ઊભેલ સાદુલે કહ્યું, “મને લાગ્યું કે ગરીબોને પોતાનું જીવન ગુમાવવું ના પડે તે માટે કંઇક કરવું જોઈએ. મારી ઇચ્છા છે કે કોઈ ભાઈને મારી જેમ તેની બહેન ગુમાવવી ના પડે.

જો કે ઘણી મુશ્કેલીઓ બાદ હવે હોસ્પિટલ શરુ થઇ ગઈ છે.  હાડકાવિભાગના પ્રભારી ડો. ધીરેશ ચૌધરીએ સાદુલનાં પ્રયત્નોનાં ખુબ વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ બનાવવી મોટું કામ છે.

Khodiyar Parotha

MD Auto World

 

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

 

ભારત સમાચાર