કલોલનાં શુકન મોલની હોટેલાંથી 11 લાખનાં ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો 

કલોલનાં શુકન મોલની હોટેલાંથી 11 લાખનાં ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો 

Share On

કલોલનાં શુકન મોલની હોટેલાંથી 11 લાખનાં ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

BY પ્રશાંત લેઉવા

 

કલોલ : શહેર અને આસપાસના વિસ્તારમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. કલોલમાં આવેલા શુકન મોલમાં રહેલી બી શર્મા પેલેસ હોટેલમાં પોલીસે દરોડો પાડી એક વ્યક્તિ પાસેથી દસ લાખ રૂપિયાની કિંમતનો નાર્કોટિક્સ પદાર્થ  ઝડપી લીધો છે.

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીને આધારે શુકન મોલમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હોટેલ બી શર્મા પેલેસમાં ગૌરાંગ ભરતભાઈ સોલંકી રોકાયો છે અને તેની પાસે મેફેડ્રોનનો મોટી માત્રામાં જથ્થો રહેલો છે.

 

પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરતા તેની પાસેથી 109.240 ગ્રામ મેફેડ્રોન નાર્કોટિક્સ પદાર્થ મળી આવ્યો હતો.  પોલીસે 11 લાખ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરીને ગૌરાંગ ભરતભાઈ સોલંકી રહે. બોરીસણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર