કલોલ મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો,બે પકડાયા,નાયબ મામલતદાર ફરાર
કલોલમાં પકડાયેલ લાંચિયા કર્મચારીઓને કલોલ કોર્ટમાં રીમાંડ માટે રજૂ કરાયા હતા. જોકે કર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા હતા તેમજ તેમને સીધા જ્યુડીશિયલ કસ્ટડીમા મોકલવાનો હુકમ કર્યો હતો.
આરોપીઓ :
(૧) ડો. મયંક મહેન્દ્રભાઈ પટેલ, મામલતદાર, વર્ગ-૨, મામલતદાર કચેરી, કલોલ
(૨) પ્રવિણભાઈ મૂળજીભાઈ પરમાર, નાયબ મામલતદાર, વર્ગ-૩ મહેસૂલ શાખા, મામલતદાર કચેરી, કલોલ
(૩) નિખિલ કિશોરભાઈ પાટીલ, (ઓપરેટર આઉટસોર્સ) ઈ-ધરા શાખા, મામલતદાર કચેરી, કલોલ
કલોલ મામલતદાર ઓફિસમાં એસીબીએ રેડ પાડી લંચ લેતા ત્રણને પકડતા સન્નાટો વ્યાપી ગયો છે. મુલસણા ગામની બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની ૨૩ એન્ટ્રી કરાવવા સારૂ અરજી કરેલ જેમાં મયંક મહેન્દ્રભાઈ પટેલ દ્વારા એન્ટ્રી દીઠ રૂ.૧૨,૦૦૦/- લેખે કુલ રૂ.૨,૭૬,૦૦૦/- ની માંગણી કરવામાં આવેલ. જે રકઝકના અંતે રાઉન્ડ ફીગર રૂ.૨,૫૦,૦૦૦/- નક્કી થયેલ, ઉપરાંત ઈ-ધરામાં રૂ.૧૦,૦૦૦/- ની રકમનો વધારો કરી કુલ રૂ.૨,૬૦,૦૦૦/- ની માંગણી કરેલ હતી.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતામયંક મહેન્દ્રભાઈ પટેલએ ફરિયાદીને પ્રવિણભાઈ મૂળજીભાઈ પરમાર ને લાંચના નાણાં આપવાનું કહેતા, ફરિયાદી પ્રવીણ પરમારને મળેલ.
નિખિલ પાટીલને બોલાવી ફરિયાદી પાસેથી લાંચના નાણાં મયંક પટેલ અને પ્રવીણ પરમારના કહેવાથી લાંચના નાણાં રૂ.૨,૬૦,૦૦૦/- સ્વીકારી પકડાઈ જઈ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ. જે પૈકી આરોપી મયંક પટેલ અને નિખિલ પાટીલ પકડાઈ ગયા હતા તેમજ પ્રવીણ પરમાર છટકી ગયા હતા.
વાંદરાઓનું તોફાન : કલોલ પાલિકા પ્રમુખ-પ્રદેશ નેતાએ સ્થાનિકો-ઈજાગસ્તોની મુલાકાત લીધી
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
2 thoughts on “કલોલ મામલતદાર સહીત બે કસ્ટડીમાં મોકલાયા, સંપત્તિની તપાસ થશે”