કલોલ હાઇવે પરથી પસાર થતી કાર વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત

કલોલ હાઇવે પરથી પસાર થતી કાર વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત

Share On

કલોલ હાઇવે પરથી પસાર થતી કાર વચ્ચે પથ્થર આવી જતા અકસ્માત

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ હાઈવે પર અકસ્માતના બનાવો અટકવાnu નામ લઈ રહ્યા નથી. સોમવારે સવારે એક કારને અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થયા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

કલોલ હાઇવે પરથી પસાર થયેલ કારને અકસ્માત નડ્યો હતો. કલોલનો અંબિકા હાઇવે જોખમી બનતા તંત્ર સમક્ષ પગલા લેવાની પણ માંગણી થઈ છે.હાઇવે પરથી પસાર થઈ રહેલી ગાડી આગળ પથ્થર આવી જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ કારણે કાર હાઇવે પાસે રહેલી રેલિંગને અથડાઈ હતી.

કાર ધડાકાભેર અથડાતા રેલિંગ તૂટી ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ક્રેન દ્વારા કારને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કલોલનો હાઇવે સાંકડો પડતા તેને પોળો કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.

 

 

કલોલ સમાચાર