કલોલ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક ઘાયલ 

કલોલ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક ઘાયલ 

Share On

કલોલ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક ઘાયલ

કલોલ હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને લઇને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગુરુકુળ સામે આવેલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈક ચાલકે જઈ રહેલા બીજા બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયા હતા.
 મળતી વિગતો અનુસાર ગઈકાલે કલોલ હાઇવે પરથી પસાર થતાં બે બાઇક ચાલકો વચ્ચે અકસ્માત ની ઘટના ઘટી હતી જેને લઇને લોકો આસપાસથી લોકો દોડી આવ્યા હતા અકસ્માત બાદ ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. મહેસાણાના એક ગામમાં રહેતા ભીખાજી ઠાકોર પોતાનો બાઇક લઇને કલોલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે હાઇવે પરથી પૂરપાટ પસાર થઇ રહેલ અને એક બાઈક ચાલકે ભીખાજી ના બાઇકને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી તેમજ તેઓ બેભાન થઈ ગયા હતા.
 જેને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે ભીખાજી ને સારા માટે પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા બાઇક ચાલક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર