પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરીએ બે વાહનોને અડફેટમાં લીધા…..
લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બે વાહનો ને અડફેટે લીધા હતા. બનાવની વિગત મુજબ આજ રોજ સાંજના 7’:30 વાગ્યાની આસપાસ અમદાવાદ થી મહેસાણા તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે બસ પર થી કાબુ ગુમાવતા છત્રાલ નજીક બે વાહનોને ટક્કર મારી હતી. લક્ઝરી બસની ટક્કરથી ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. જ્યારે અન્ય કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ અકસ્માતમાં ટેમ્પો ચાલક પ્રવીણજી ઝાલા ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ ને સારવાર મળી રહે તે માટે ટોલ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સ્ટાફ કલ્પેશ પટેલ, સની વાઘેલા, વાસુદેવ ઠાકોર તેમજ રામજી ઠાકોર એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળે પહોંચયા હતા. જેમના દ્વારા ઘાયલ પ્રવીણજીને પ્રાથમિક સારવાર આપવામા આવી હતી.
અકસ્માત દરમિયાન બે કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.