
મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કલોલમાં થયેલ અકસ્માતમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો એ ખૂબ દુ:ખદ છે. જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
કલોલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. એસટી બસને ખાનગી બસ ચાલકે ટક્કર મારી હતી. ટક્કરને પગલે પાંચના મોત થયા છે.
સાત ઘાયલ થયા છે. કલેક્ટર દોડી આવ્યા હતા. સિવિલમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા છે.
