સરખેજથી ગુમ યુવતી મળી આવતા કલોલ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું 

સરખેજથી ગુમ યુવતી મળી આવતા કલોલ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું 

Share On

સરખેજથી ગુમ થયેલ યુવતી કલોલમાં મળી આવતા પોલીસે પરિવારજનો સાથે મિલન કરાવ્યું


સરખેજ વિસ્તારમાં  આવેલા ભરવાડ વાસ મા ભાડાના મકાનમાં રહેતી  યુવતી શુક્રવારની રાત્રિ ના બે વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. ગુમ થયેલી યુવતી ને શોધવા માટે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈપણ પ્રકારની ભાળ ન મળતા,  છેવટે પરિવારજનોએ સરખેજ પોલીસ સ્ટેશન માં ગુમ થયેલી યુવતી ને શોધવા માટે ફરિયાદ આપી હતી.

ગુમ થયેલી યુવતી એકા-એક કલોલ ના બોરીસણા ગરનાળા પાસે  શનિવારના રોજ કલોલ શહેર પોલીસને મળી આવી હતી. યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પરિવાર ફાઉન્ડેશનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી પરિવાર ફાઉન્ડેશનના ભાર્ગવભાઈ મિસ્ત્રી, સાદીકભાઈ, અનિલભાઈ  અને પોલીસે સંયુક્ત રીતે માનસિક રીતે અસ્વસ્થ રહેલી યુવતીને પૂછપરછ કરતા તેણે  જણાવ્યું હતું કે તે સરખેજ વિસ્તારની રહેવાસી છે અને સાથે તેને તેના ભાઈ નો ફોન નંબર પણ પોલીસને આપ્યો હતો. જેથી પોલીસે તેના ભાઈનો સંપર્ક કરી માનસિક રીતે અસ્વસ્થ રહેલી  યુવતીનુ  તેના પરિવારજનો સાથે સ્નેહ મિલન કરાવ્યું હતું.

કલોલ નગરપાલિકાએ PM મોદીનું સ્વચ્છ ભારત નું સુત્ર જ ઉઠાવીને કચરામાં નાંખી દીધું 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

કલોલ સમાચાર