કલોલ શેરથા પાસે હાઇવે વચ્ચે ગાય આવી જતા પતિ પત્ની બાઈક પરથી પટકાયા 

કલોલ શેરથા પાસે હાઇવે વચ્ચે ગાય આવી જતા પતિ પત્ની બાઈક પરથી પટકાયા 

Share On

કલોલ શેરથા પાસે હાઇવે વચ્ચે ગાય આવી જતા પતિ પત્ની બાઈક પરથી પટકાયા

 શેરથા કસ્તુરી નગર પાસે કલોલ થી અમદાવાદ તરફ જઈ રહેલ પતિ-પત્નીને અચાનક પશુ આવી જતા ગાયનો  બચાવ કરવા જતા તે રોડ પર પટકાયા હતા. તેઓને નાની મોટી ઇજાઓ થયેલ હતી. આ બનાવમાં ટોલ ટેક્સની એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
અમદાવાદ-કલોલ-મહેસાણા રાજ્ય ધોરીમાર્ગ પર દૈનિક લાખો વાહનો પસાર થાય છે. આ હાઇવે પર ગાયોના ટોળેટોળા જામતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા રખડતા ઢોરને હાઇવે પરથી દૂર કરવા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ચોમાસું આવતા જ રોડ ઉપર ગાયોનો ત્રાસ વધી જવા પામ્યો છે.  આ સંજોગોમાં ટોલ કંપની દ્વારા કોઈ જાતની સાવધાની રાખવામાં આવતી નથી જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે.

કલોલ સમાચાર