કલોલમાં ગાંધીનગર એસપીની હાજરીમાં ઈ-એફઆઈઆર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે કલોલમાં ગુજરાત પોલીસની અદ્યતન ઈ-એફઆઈઆર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઘરે બેઠા ઓનલાઇન FIR હવે સિટીઝન પોર્ટલ/ સીટીઝન મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, કલોલ શહેર અને તાલુકાના પોલીસ અધિકારીઓ,જિલ્લાના અન્ય પોલીસ અઘિકારીઓ , કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું
સીટીઝન ફર્સ્ટ એપના માધ્યમથી ખાસ કરી ને હવે વાહન ચોરી, મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકાશે. અને 48 કલાકમાં લાગુ પડેલ પોલીસ મથક સીધો ફરિયાદીનો સંપર્ક કરવામાં આવશે.જેમાં ફરિયાદ ઉપરાંત ફરિયાદની કોપી પણ આ એપના માધ્યમથી ઘર બેઠા મળી રહેશે અને લોકો દ્વારા કરાયેલી ફરિયાદ 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે અને ફરિયાદીને તેની જાણ SMS દ્વારા મળતી રહેશે. ફરિયાદની પ્રક્રિયા 21 દિવસોમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવનાર હોવાની સુવિધા કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
