JCI કલોલના પ્રમુખની નિયુક્તિ
JCI કલોલના આગામી વર્ષ 2022 માટે પ્રમુખ જેસી. રોનક ખમાર, સેક્રેટરી જેસી. દેવાગ ગજ્જર અને તેમની ટીમ ૨૦૨૨ નો ૫૧ મો શપથવિધિ સમારોહ શનિવારનાં રોજ ભારત માતા, ટાઉનહોલ, કલોલ ખાતે યોજાયો હતો..
આ સાથે કલોલ ના સ્થાનિક નાટકરસિકો એ મહિલા સશક્તિકરણ આધારીત નાટક “સપના નું સરવૈયું” નામાંકિત કલાકારો જૈમિની ત્રિવેદી, જીગ્નેશ મોદી સાથે માણ્યું હતું. ઉપરોક્ત પ્રોગ્રામ નું સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન જેસી. કિંજલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ, જેને સામાન્ય રીતે JCI તરીકે ઓળખવામાં આવે છે, તે 18 થી 40 વર્ષની વયના યુવાનોની આંતરરાષ્ટ્રીય એનજીઓ છે. તે લગભગ 124 દેશોમાં સભ્યો ધરાવે છે.