કલોલમાં ચૂંટણીના માહોલ બરાબરનો જામ્યો….
કલોલમાં ચૂંટણીના માહોલ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હાલ ગામડાઓ ખૂંડી રહ્યા છે અને વોટ બેન્ક મજબૂત કરવાના પ્રયત્નોમાં લાગી ગયા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ હાલ ગામડે ગામડે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
કલોલના બોરીસણામાં ગઈકાલે તેમની જાહેર સભા યોજાઈ હતી જેમાં ઘોડા પર બેસાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બળદેવજી ઠાકોરે ઉપસ્થિત જંગી જાહેર મેદનીને સંબોધી ભાજપને ઉખાડી ફેંકવા માટે હાકલ કરી હતી. આ ઉપરાંત છત્રાલમાં પણ તેમને ઘોડે બેસાડીને સ્વાગત કરાયું હતું.હાલ ખાખરીયા ટપ્પામાં બળદેવજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે તેમને લોકોને મોટાપાય સમર્થન પણ મળી રહ્યું છે. બીજી તરફ રેલવે પૂર્વમાં યોજાયેલ જાહેર સભામાં પણ તેમને ઘોડા પર બેસાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સભામાં આશરે 50 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.