ભુપેન્દ્ર પટેલે કલોલ નગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો

ભાજપા શાસિત કલોલ નગરપાલિકામાં વોર્ડ નં. ૯ ના નગરસેવકશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્થાયી સમિતિના ચેરમેન તરીકેની વરણી થયા બાદ આજે 24 ઓગષ્ટના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે તેમની જવાબદારી વિધિવત રીતે સંભાળી હતી.
આ પ્રસંગે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રદેશ, જિલ્લા અને સ્થાનિક ભાજપા સંગઠન, નગરપાલિકાના પ્રમુખ તથા સાથી નગરસેવકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી, પોતાના દાયિત્વ પ્રત્યે હરહંમેશ કર્તવ્ય નિષ્ઠ રહેવા અને નાગરિકોની સુખાકારી માટે પ્રતિબદ્ધ રહેવાની નેમ વ્યક્ત કરી હતી. તેઓએ કલોલના સર્વાંગી વિકાસ અને નાગરિકોની મુશ્કેલીઓના નિવારણ માટે સદૈવ તત્પર રહેવાની પણ ખાતરી આપી હતી.
આ પ્રસંગે સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો, કલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી સહિત નગર સેવકો, કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
