બીએમપીએ આવેદનપત્ર આપ્યું
કલોલ પૂર્વ વિભાગ માટે ફાટક એક રાષ્ટ્રીય સમસ્યા સમાન બની ગયું છે. જેના માટે સમાધાન રૂપે વર્ષો થી ઓવરબ્રિજનું આસ્વાસન આપાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષો થી આ ઓવરબ્રિજ માટે જમીની સ્તર ઉપર કોઈ જ ગતિવિધિ જોવા મળતી નથી તથા સત્તાધીશો ને વારંવાર ઓવરબ્રિજ માટે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ પણ મળતા નથી.
બીજી બાજુ ફાટક ની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. પૂર્વ ના નાગરિકો ને ૨૦-૨૦ મિનિટ ક્યારેક અડધો કલાક ફાટક માં ફસાઈ રાહ જોવી પડે છે. ઘણી વખત ઇમરજન્સી બોલાવેલી એમ્બ્યુલન્સ બંદ ફાટક ના ટ્રાફિક માં ફસાઈ ને દર્દી એ જીવ ગુમાવવો પડે અને ગર્ભવતી મહિલાએ પીડા સહન કરવી પડે એવા બનાવો બની રહ્યા છે. છતાં પૂર્વ વિભાગ સાથે ઓરમાયું વર્તન હોય એમ ઓવરબ્રિજ ના નામે આશ્વાસન જ મળ્યા છે.
જેથી બહુજન મુક્તિ પાર્ટી અને તેના કાઉન્સિલર કુંજ વિહારી દ્વારા પાંચ ચરણ માં આંદોલન શરૂ કરવાની ફરજ હતી જેમાં આજે પ્રથમ ચરણ માં કલેક્ટર શ્રી, ગાંધીનગર, પ્રાંત ઓફિસર સાહેબ, કલોલ મામલતદાર સાહેબ, કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, અને પ્રમુખ સાહેબ ને આવેદનપત્ર પાઠવાવ માં આવ્યું હતું. આવનારા સમય માં અમોને લેખિત યોગ્ય સંતોષકારક માહિતી નહિ મળે તો અનુક્રમે ધરણા, રેલી પ્રદર્શન, નગરપાલિકા ઘેરાવ, અને જરૂર પડે જેલ ભરો / રેલ રોકો આંદોલન કરીશું તેમ પાર્ટીએ જણાવ્યું હતું.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો : https://play.google.com/store/ apps/details?id=mobi.androapp. kalolsamachar.c7819