કલોલમાં બિલ્ડરની ગાડી રોકી હુમલાનો પ્રયાસ થતા ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઈ 

કલોલમાં બિલ્ડરની ગાડી રોકી હુમલાનો પ્રયાસ થતા ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઈ 

Share On

બિલ્ડર ની ગાડી રોકી હુમલાનો પ્રયાસ થતા ચકચાર

કલોલના એક બિલ્ડર પર પલસાણા ગામની સીમમાં હુમલાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઇ છે.ગભરાયેલા બિલ્ડીંગ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ રહેતા દિલીપકુમાર પટેલ વ્યવસાયે બિલ્ડર છે અને કલોલમાં પોતાની ઓફિસ ધરાવે છે તેઓ સાંજના સુમારે બલેનો ગાડી લઈને અમદાવાદ ઘરે જવા નીકળેલા અને પંચવટી વિસ્તારમાં આવેલ એસબીઆઇ આગળ થઈ પલસાણા રોડ રસ્તા થઇ જાસપુર તરફ જતા હતા ત્યારે તેમની ગાડી તેમનો દીકરો ચલાવતો હતો અને તેઓ બાજુમાં બેઠા હતા.
જાસપુર નજીક એક કાળા કલરની સ્કોર્પિઓ ગાડી જેની આગળ નંબર પ્લેટ લગાડેલ નથી અને કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાડેલી હતી તે સ્કોર્પિયો ગાડી એ દિલીપભાઈ ની ગાડીની આગળ જતી હતી અને એકદમ ઉભી રાખી દેતા તેમને લાગ્યું કે કોઈ જાનવર  આવેલ છે તેથી વધુ ને ગાડી ઊભી રાખી દીધી હતી. આ દરમિયાન તેમની પાછળ બે સફેદ કલરની ગાડી આવીને ઊભી રહેલ અને બે સફેદ કરવા ની ગાડીમાંથી એક ઈસમે હાથમાં સોના જેવી ધાતુઓની વિડીયો પહેલી હતી.
તેણે ગળાના ભાગે સોના જેવું લાગતું છે એની સાથેનો લોકેટ પહેર્યું હતું અને તેમના દીકરા ની પાસે આવી ગાડી નો કાચ ખોલવાનો ઈશારો કરેલ. જેથી તેમના દીકરાએ તેમની સામે જોતા દિલીપભાઈ ને બાજુમાં આવેલ કાચ ખોલવા નો ઈશારો કરતા દિલીપભાઈએ કાચ  ખોલ્યો ત્યારે તેમને કહ્યું કે બહાર હતો મારે તમારું કામ છે ત્યારે તેઓએ કહ્યું કે શું કામ છે.
 ત્યારે તેમના દીકરાએ કહ્યું કે તમે મને ઓળખો છો જેથી ના કહેલ જેથી વરુણને અજુગતું  લાગતા તેણે ગાડી જવા દીધી હતી. આ ગાડી આગળ ઉભેલ સ્કોર્પિઓને અથડાઈ હતી. વરુણે ગાડી ભગાવતા સ્કોર્પિયો ગાડી એ પીછો કરેલ પરંતુ આ ગાડી જાસપુર ઉમિયા ફાઉન્ડેશન ખાતે લઇ જતા સ્કોર્પિઓ ગાડી વાળા સીધા નીકળી ગયેલી.  વિગતો બહાર આવી છે કે જમીન ની મેટર ને લઈને ગાડી પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેને લઇને જમીનનું મનદુખ રાખી ને તને ગાડીઓમાં સામેવાળી પાર્ટી એ કિન્નાખોરી રાખી ગાડીનો પીછો કરી ગુનાહિત કરવાના ઈરાદે કાવતરું રચી પલસાણા ગ્રીનવેલી સામે ગાડીને રોકી હતી પરંતુ તેમના દીકરા ની સમયસૂચકતા ને કારણે તે બચી ગયેલ હતા જેને લીધે ઇસમો શંકર ભાઈ સવજીભાઈ રબારી અને રમેશભાઈ અમૃતભાઈ દેસાઈ વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર ગુજરાત સમાચાર