કલોલના આ ગામમાંથી કેદ કરેલા પોપટ છોડાવાયા
કલોલ તાલુકાના મોટી ભોયણ ગામમાં થી જાગૃત નાગરીક દ્વારા સદભાવના ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી હતી કે એક ફળ ની દુકાન તથા આજુબાજુના રહેવાસીઓ ના ઘરમાં દેશી પોપટ પાંજરામાં પુરી ને રાખવામાં આવ્યા છે. ગરમીને કારણે પોપટોની હાલત અતિશય ખરાબ થઇ ગઈ હતી.
તેવી જાણ થતાં જ સદભાવના ફાઉન્ડેશન ના મેમ્બરો રણજીત સિંહ. રવિ ઠાકોર. કેતન ઠાકોર હિતેષભાઈ પરમાર અને કલોલ વનવિભાગ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબ પ્રિયાંક પટેલ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી હતી. અહીં ચાર દેશી પોપટ મળી આવ્યા હતાં જે શેડયૂલ ના પક્ષી હોય વનવિભાગ દ્વારા જપ્ત કરી ગરમી ના કારણે પોપટ ની હાલત ગંભીર રીતે ખરાબ હોઈ સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. અને આગળ બીજા પક્ષીઓ માટે શોધખોળ હાથ ધરી હતી.
માનવતાની મિશાલ : કલોલ પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
2 thoughts on “કલોલના આ ગામમાંથી કેદ કરેલા પોપટ છોડાવાયા,વાંચો કેવી હાલત હતી”