કલોલમાં દબાણ નહીં દૂર કરાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી

કલોલમાં દબાણ નહીં દૂર કરાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી

Share On

તંત્ર દ્વારા દબાણ દૂર નહીં કરાય તો ના છૂટકે ઉપવાસ પર ઉતરવાની ચીમકી જાગૃત નાગરિકે આપી…..

ગાંધીનગર જિલ્લાના કલોલમાં મુખ્ય જાહેર માર્ગો સાંકડા થઈ રહ્યા છે. કલોલ ના ઠેર ઠેર વિસ્તારોમાં દબાણ જોવા મળી રહ્યા છે. આ દબાણ છેલ્લા કેટલાય વર્ષોથી કલોલ ના જાહેર માર્ગોને સાંકડા કરી રહ્યા છે. કલોલ ની જાહેર જનતામાં પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે કે આટલા વિશાળ પ્રમાણમાં દબાણ વધી રહ્યું છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કયા કારણોસર ત્વરિત પગલા ભરવામાં આવી રહ્યા નથી. રોડ પર બેફામ પાર્ક કરવામાં આવેલા વાહનો ને કારણે પણ રોડ સાંકળો બની રહ્યો છે. ટ્રાફિક જુંબેસ માત્ર નામ ની કરવામાં આવતી હોય તેમ બેફામ રોડ પર પાર્ક કરેલ વાહનો જોવા મળે છે.

કલોલ ની સ્થાનિક જનતામાં આ પ્રશ્ન વ્યાપક ચર્ચામય બન્યો છે, કે આટલા વિશાળ પ્રમાણમાં કલોલમાં દબાણ વધી રહ્યું છે, અને જાહેર માર્ગો સાંકડા થઈ રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર કયા કારણે કુંભકરણની નિંદ્રામાં સુતેલું છે ?, પહેલા એવો સમય હતો કે કલોલ ના રાજમાર્ગો પરથી ખાનગી વાહન આરામથી પસાર થઈ શકતા હતા, પરંતુ અત્યારે એવો સમય આવી ગયો છે કે કલોલમાંથી એક માત્ર એમ્બ્યુલન્સને પણ પસાર થવું હોય તો પણ મહા મુસીબતથી ત્યાંથી પસાર થાય છે.

કલોલ ના વિવિધ વિસ્તારોમાં આ દબાણ ફૂલ્યું ફાલ્યું છે. કલોલના વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો કલોલ ના ટાવર ચોક વિસ્તાર, સ્ટેશન રોડ, કલ્યાણપુરા નવા શાક માર્કેટ પાસે, બસ સ્ટેશન, રેલ્વે પૂર્વવિસ્તાર ના રઘુવીર ચોકડી તેમજ અન્ય વિસ્તારો માં દબાણ એટલી હદે વ્યાપક બન્યું છે કે ખાનગી વાહન ચાલકો ને નીકળવામાં પણ ઘણી અગવડતા પડી રહી છે. આટલા મોટા દબાણથી રાજમાર્ગો સાંકડા થઈ રહ્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા ન હોવાથી સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે. તેમ જ દબાણ દૂર કરવામાં નહિ આવે તો નાછૂટકે ઉપવાસ પર બેસવાની ચિમકી જાગૃત નાગરિકે આપી છે.

કલોલમાં આવેલ રેલવે પૂર્વ વિસ્તારમાં દબાણ થઈ ગયું છે. રઘુવીર ચોકડી આસપાસના વિસ્તારમાં પણ દબાણ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અમુક અસામાજિક તત્વો તેને ભાડા ઉપર ચડાવી રહ્યા છે. આ તમામ દબાણ દૂર કરવામાં નહીં આવે તો નાછૂટકે ઉપવાસ પર બેસવાની ચિમકી જાગૃત નાગરિકે આપી છે.

કલોલ ના ટાવર ચોક પાસે દબાણને કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ ને પસાર થવા માટે પણ ઘણી અગવડતા નો સામનો કરવો પડતો હોય છે. પરંતુ તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ દબાણ ને દૂર કરવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જો આવું ને આવું ચાલતું રહેશે તો એક દિવસ નક્કી કલોલ ના રાજમાર્ગો દબાણને કારણે પગદંડી માર્ગમાં કન્વર્ટ થઈ જશે.

કલોલ ની જનતા નો માત્ર એક જ આગ્રહ છે કે સરકાર આ મુદ્દા પર હસ્તકક્ષેપ કરે અને ત્વરિત ધોરણે દબાણ ને દૂર કરાવે. જોવાનું એ રહેશે કે આ મુદ્દા પર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવા માં આવે છે કે ઢાંકપિછોડો કરી ને પગલાં ભરવા માં આવતા નથી.

 

કલોલ સમાચાર