કલોલમાં વરસાદ વચ્ચે ખાડાઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા 

કલોલમાં વરસાદ વચ્ચે ખાડાઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા 

Share On

કલોલમાં વરસાદ વચ્ચે ખાડાઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

કલોલમાં સતત ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો નથી. બુધવારે શરુ થયેલ વરસાદ આજે શનિવારે પણ અટકયો નથી, હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવાર અને રવિવારે પણ વરસાદ પડવાની શક્યતા છે. કલોલમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઉભી થઇ છે.

કલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેરઠેર ખોદવામાં આવેલ ખાડાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રેલ્વે પૂર્વમાં આવેલ રઘુવીર સોસાયટી પાસે ચાલુ વરસાદે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો જેથી વાહનચાલકો પરેશાન થયા હતા.
ખૂની બંગલા ચાર રસ્તા પાસે અઠવાડિયાથી બે મસમોટા ખાડા ખોદીને મૂકી દીધા છે. જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ ઉભી થઇ છે. આ ખાડાઓ ઝડપથી પુરવામાં આવે તેવી માંગ થઇ છે.

કલોલમાં વાવાઝોડું ફૂંકાતા ક્યાં ક્યા ઝાડ પડ્યા,વાંચો 

બીજી તરફ વાવાઝોડાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ નુકશાન થયું છે. મોખાસણ ગામમાં લોખંડના પતરાનો શેડ તૂટી પડયો હતો.જોકે તેમાં કોઈને ઈજા પહોચી નથી. આ ઉપરાંત કલોલમાં સઈજ બ્રિજ ઉપર રહેલા પતરા પણ નીચે પડી ગયા હોવાની વિગત સામે આવી છે.

કલોલ સમાચાર