ભાજપ એટલે જુમલા અને કાવતરું કરતી પાર્ટી : જગદીશ ઠાકોર
વિધાનસભાની ચૂંટણીનો ગણતરી નો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમના આગવા અંદાજમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આજરોજ સાંતેજ ગામ માં વિશાળ સભા યોજી હતી. આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને કલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિજી ઠાકોર તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રશ્મિજી ઠાકોરે હાજરી આપી હતી. કોંગ્રેસની આ સભામાં સાંતેજ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામજનોની ઉપસ્થિતિમાં બળદેવજી ઠાકોરે ચૂંટણીમાં તેમને ભારી બહુમતીથી વિજઇ બનાવવા માટે અપીલ કરી હતી. તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે કોંગ્રેસની સરકાર બનશે તો દસ લાખ બેરોજગારોને સરકારી નોકરી મળશે, તેમ જ રાંધણ ગેસના ભાવ જે હાલની સરકાર ના રાજમા દિવસે ને દિવસે ભડકે બળી રહ્યા છે, તે પણ કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અટકાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે ભાજપને જુમલા તેમ જ કાવતરું કરતી પાર્ટી તરીકે સંબોધિત કરી હતી. તેમજ આ વખતે કોંગ્રેસ પાર્ટી ની સરકાર બનશે તેવો દઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ ને ગામડાઓમાંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, તે જોતા આ વખતે ચૂંટણીનું પરિણામ કંઈક વિશેષ રહે તેવું ચોકકસ થી લાગી રહ્યું છે.
તેમજ આજરોજ કોંગ્રેસના નેતા કનૈયા કુમાર પણ રેલવે પૂર્વ વિસ્તારમાં સભા યોજવા જઈ રહ્યા છે