કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે
કલોલમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા કોરોના સહાય માટે મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.કોરોના સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી હતી લોકોએ આ માટેની અરજીઓ કરી હતી. એફિડેવીટ, ઝેરોક્ષ, સારવારના પુરાવા, મરણ સર્ટિફિકેટ તેમજ મરણ કોરોનામાં થયું છે તે સાબિત કરતા અન્ય હાથવગા પુરાવા પણ અરજી સાથે જોડયા હતા અને અરજીની આ આખી પ્રક્રિયામાં હજારથી પંદરસો રૂપિયાનો ખર્ચો પણ કર્યો છે.તેવા કેટલાય પરિવારોની અરજીનો હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી.
જેને પગલે આવતી કાલે તારીખ 05/01/2022 બુધવાર ના રોજ 11:00 ધારાસભ્યની ઓફીસ થી મામલતદાર કચેરી સુધી કૂચ કરી કોરોના કાળમાં મૃત્યુ પામેલાઓને પૂરેપૂરી સહાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં કલોલ તાલુકા તેમજ શહેર ના કોંગ્રેસ ના કાર્યકર્તાઓ,કલોલ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કલોલ શહેર ના કોર્પોરેટર તેમજ સરપંચો ને હાજર રહેવા અપીલ કરાઈ છે.
જે ગરીબ, મધ્યમર્ગના લોકો છે કે જેઓએ કોરોનામાં સ્વજનની સારવાર માટે લાખો રૂપિયાનું દેવું કરી દીધું છે. ઘરની બચતો ખર્ચી નાંખી છે. સારવારના નામે , ઇન્જેક્શનો અને દવાના નામે, એક્સિજનના નામે કાળાબજારીઓએ તકનો ભરપુર લાભ લઇને આર્થિક રીતે લૂંટી શકાય તે રીતે લૂંટી લીધા છે. તેવા પરિવારોની દશા હાલમાં અત્યંત દયનિય છે.
બીજી તરફ રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. જરૂરી પ્રમાણપત્ર મોબાઈલથી અપલોડ કરવાથી પણ માત્ર એક મહિનામાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશ.તેમ પણ ઉમેર્યું હતું.આ પોર્ટલનું નામ iora.gujarat.gov.in છે. જેના પર મૃતકના વારસદારો પોતાની વિગતો આપી શકશે. મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં અરજી કરવાની લિંક https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx