કલોલમાં કોરોના વિસ્ફોટ
કલોલમાં કોરોના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં એક સાથે કોરોના 11 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. વિશ્વ અને સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં ગાંધીનગર જિલ્લાનું કલોલ પણ બાકાત નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે કલોલ શહેરમાં કોરોના વાયરસના 11 કેસ નોંધાયા છે. જેને કારણે સમગ્ર કલોલમાં હડકંપ મચી ગયો છે.
જોકે આટઆટલા કેસો નોંધાતા હોવા છતાં લોકો માસ્ક પહેરવામાં ગંભીર નથી. લોકો બજારમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા હોય છે. જેને કારણે કોરોના ફેલાવવાનો ખતરો વધ્યો છે. આ સંજોગોમાં ફરજીયાત માસ્ક અને વેક્સિન જ કારગર નીવડી શકે તેમ છે.
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આ પ્રકારથી પીડાતા દર્દીઓ વિવિધ લક્ષણોની જાણ કરી રહ્યા છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોનાના મુખ્ય લક્ષણો સિવાય કેટલાક અન્ય લક્ષણો છે, જેના આવવા પર તરત જ કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે ત્વચા, નખ અને હોઠના રંગમાં ફેરફાર એ ઓમિક્રોનના લક્ષણો છે. આરોગ્ય એજન્સીના જણાવ્યા અનુસાર, જો આવું થાય છે, તો તરત જ કોરોનાની તપાસ થવી જોઈએ.
સીડીસી અનુસાર, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓમાં વિવિધ લક્ષણો જોવા મળી રહ્યા છે. વાયરસનું એક નવું લક્ષણ ત્વચા, નખ અથવા હોઠના રંગમાં ફેરફાર છે.કોરોનાને કારણે લોહીમાં ઓક્સિજનની ઉણપ હોવાથી આ લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે.
2 thoughts on “કલોલમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 11 કેસ નોંધાયા ”