કલોલ પૂર્વમાંથી દેશી દારૂ પકડાયો,પોલીસ ફરિયાદ નોંધાઈ 

કલોલ પૂર્વમાંથી દેશી દારૂ પકડાયો,પોલીસ ફરિયાદ નોંધાઈ 

Share On

કલોલ પૂર્વમાંથી દેશી દારૂ પકડાયો,પોલીસ ફરિયાદ નોંધાઈ

કલોલની ચંપાબેનની ચાલી ખાતે રહેતા રાજાજી બાબુજી ઠાકોર પોતાના ઘરે દેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી કલોલ પોલીસને બાતમી  મળી હતી. જેને પગલે પોલીસ રેડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ હતો આ  ઇસમની તપાસ કરતા તેણે પોતાનું નામ રાજાજી બાબુજી ઠાકોર, રહે. ચંપાબેનની ચાલી જણાવ્યું હતું.

તેના ઘરની વસ્તીમાં એક પ્લાસ્ટિકના કેરબામાં પ્રવાહી ભરેલ મળી આવેલ હતું. આ પ્લાસ્ટિકના કેરબાની અંદર જોતા પ્રવાહી ભરેલ જણાઈ આવેલ. પ્લાસ્ટિકના કેરબાને ખોલીને જોતા તેમાંથી દેશી દારૂની વાસ આવતી હતી. આ કેરબામાં પાંચ લીટર જેટલો દેશી દારૂ હતો જેને પગલે પોલીસે ₹100 ની કિંમતનો પાંચ લીટર દેશી દારૂ જપ્ત કરીને રાજાજી  ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

કલોલ સમાચાર