કલોલમાં પોલીસ રેડ બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા ક્રોસ ફરિયાદ 

કલોલમાં પોલીસ રેડ બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા ક્રોસ ફરિયાદ 

Share On

કલોલમાં પોલીસ રેડ બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા ક્રોસ ફરિયાદ

કલોલમાં આવેલ રહીમપુરામાં બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ચારથી વધુ લોકોને ઈજા થઈ હતી. આ ઘટનામાં પાઇપ અને છરી જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ હાલ આ મામલે તપાસ હાથ ધરી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ રેડ અને રીક્ષા અથડાવવા બાબતે બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. જેને કારણે ક્રોસ ફરિયાદ પણ દાખલ થઇ છે. ઘાયલોને સારવાર માટે કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારામારીને પગલે જાવિદ હુસેન ઉર્ફે અલ્લારખા રસુલભાઈ મલેકે  અહેસાન હુસેન ઉર્ફે તેરી મહંમદભાઈ સૈયદ અને અલ્તાફ હુસેન મહંમદભાઈ સૈયદ તથા નૂર મહંમદ ઉર્ફે બચ્ચન મહંમદભાઈ સૈયદ અને અયાન અહેસાન હુસેન સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે.

કલોલ મામલતદારે હાઇવે પર આવેલ ફ્લોર ફેકટરીમાં દરોડો કેમ પાડ્યો ,વાંચો

તો બીજી તરફ હસીનાબેન અલ્તાફભાઈ સૈયદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓએ અલ્લારખા રસુલભાઈ મલેક, રાજાભાઈ બાબાભાઈ મલેક, મુજફર નિશાર મલેક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કલોલ સમાચાર