અંતે કલોલ પૂર્વમાં ખતરનાક સળીયાને કાપવામાં આવ્યા
કોલેરાના કારણે કલોલ પૂર્વમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ ની સૂચનાથી ૨ કરોડ ના ખર્ચે નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાણીની લાઈન નાખવા રોડ તોડવામાં આવ્યા હતા જેના કારણે રોડ અંદર નાખેલા સળિયા બહાર આવી ગયા હતા.
બહાર આવેલા સળીયા કારણે રોડ પર અવર જવર કરતાં રાહદારીઓ અને વાહન ચાલકોને આ સળિયા ઘૂસી જવાનો ડર રહેતો હતો.જેની વારવાર ફરિયાદ મળતાં રોડ બહાર નીકળેલા સળિયા કપાવવામાં આવ્યા ત્યારે પ્રદેશ નેતા નિલેશભાઈ આચાર્ય દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ કલોલ પૂર્વ માં મેનવૉટર વર્કસ 10 લાખ લીટર પાણી ની ટાંકી ની ચડતી લાઈન છેલ્લા ઘણા સમય થી વારમ વાર લીકેજ થતી હોવાથી પાણી નો સપ્લાય આપવામાં પ્રોબ્લેમ થતો હતો તો નગરપાલિકા દ્વારા તાત્કાલીક નવી લાઈન નાખવાના કારણો સર તારીખ 26/4/22 ,મંગળવાર ના રોજ સાંજ નો પાણી નો સપ્લાય અને 27/4/22 સવાર નો સપ્લાય બંધ રાખેલ હતો જે પાણી ની લાઈન નાખવાનું કામ પૂર્ણ કરી નાખેલ છે.આ બાદ પાણી પુરવઠો ચાલુ કરી દેવાયો છે.
કલોલ મામલતદાર સહીત બે કસ્ટડીમાં મોકલાયા, સંપત્તિની તપાસ થશે
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “અંતે કલોલ પૂર્વમાં ખતરનાક સળીયાને કાપવામાં આવ્યા,લોકોને રાહત”