કલોલ નગરપાલિકાએ પાનસર ત્રણ રસ્તા પાસે દબાણ દુર કર્યું

કલોલના પાનસર ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માર્ગ સલામતી સુધારવા માટે કલોલ નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કામગીરી આરંભી હતી. પાલિકા દ્વારા બુલડોઝર વડે ચાર પાકી દુકાનો તોડી પાડવામાં આવી હતી. લોકોએ સમગ્ર કલોલમાંથી દબાણ દુર કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત બજાર વિસ્તારમાં આવેલ વિવિધ રોડ પર આડેધડ વાહન પાર્કિંગથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને કારણે અહી ફરી દબાણ દુર કરવાની માંગણી થઇ રહી છે.

રોડની બાજુમાં આવેલી દુકાનો અડચણ ઊભી કરતી હતી જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતો સર્જાતા હતા. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રાફિકની સ્થિતિ સુધારવા અને મુસાફરો માટે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લેવાનું ચાલુ રાખશે.
View this post on Instagram