કલોલમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું

કલોલમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું

Share On

કલોલમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું

કલોલમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ સાથે સવાંદનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના સાંસદ ડો.ભોલા સિંગ અને પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના અધ્યક્ષ ડો.પ્રદ્યુમન વાજા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં  વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કલોલ શહેર ભાજપના સક્રિય સભ્ય અરવિંદભાઈ પરમાર કે જેઓ ૭૫ વર્ષે પણ પાર્ટીના દરેક કાર્યક્રમમાં કાર્યકરોને પ્રોત્સાહન પૂરું પાડવા હાજર રહેતા તેમનું,કલોલ શહેર ભાજપના સક્રિય સભ્ય  પોપટભાઈ પંડ્યા કે જેઓ પાર્ટીના કાર્યક્રમ માટે તેમનો અવસર પાર્ટી પ્લોટ નો અમને હંમેશા ઉપયોગ આપતા તેમનું અને જેમણે ૬ મહિનામાં ઘરે ઘરે જઈને સરકારી યોજનાઓ ની માહિતી પૂરી પાડી લગભગ ૧૦૦૦ કરતાં વધારે શ્રમિક તેમજ ઈ શ્રમિક કાર્ડ કાઢી લાભાર્થીઓ ને લાભ આપનાર કલોલ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી હંસાબેન રાઠોડ નું વિશિષ્ઠ વ્યક્તિઓ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી નિલેશભાઈ આચાર્ય એ કર્યું હતું.

માનવતાની મિશાલ : કલોલ પોલીસે બિનવારસી બાળકનું માતા પિતા સાથે મિલન કરાવ્યું 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર