કલોલના નવજીવન શોપિંગમાં પણ દબાણ,ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો

કલોલના નવજીવન શોપિંગમાં પણ દબાણ,ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો

Share On

નવજીવન બજારમાં પણ હવે ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થયો ……

કલોલમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે. શહેરના નવા શોપિંગ ડેસ્ટિનેશન કહેવાતા નવજીવન બજારમાં પણ હવે ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થયો છે. વાહન ચાલકો દ્વારા રોડ પર જ પાર્કિંગ કરી દેવાતા રસ્તા સાંકડા થઈ ગયા છે.

 

 

નવજીવનમાં પ્રવેશતા જ એચડીએફસી બેન્ક,કેનરા બેન્ક વગેરે આગળ લારીઓ તેમજ વાહનોએ અડીંગો જમાવી દીધો છે. આગળ જતાં સીટી મોલ સહિતના રોડ આગળ લોકો રોડ વચ્ચે જ ગાડીઓ પાર્ક કરે છે. આ તમામ શોપિંગ સેન્ટરો આગળ બનાવેલા મોટા મોટા ઓટલાઓ કોઈ કામના રહ્યા નથી.વેપારીઓ દ્વારા ઓટલા પર પાર્ક કરવાને બદલે રોડ વચ્ચે વાહનો મુકાય છે.

 

મહત્વની વાત તે છે કે નવજીવન બજારના તમામ શોપિંગ સેન્ટરોમાં બેઝમેન્ટ પાર્કિંગ છે. આ બેઝમેન્ટ પાર્કિંગ ખોલી દઈ તેમાં જ વાહનો પાર્ક કરવાની ફરજ પડાય તો ટ્રાફિક ઘટી શકે તેમ છે.વધુમાં આઇસ ફેકટરી સામે આવેલ વિવિધ ખાણીપીણીની દુકાનો વાળાએ છેક ઓટલા સુધી દબાણ કર્યું છે જેથી વાહનો મુકવાની જગ્યા જ નથી રહી ત્યારે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

 

કલોલ સમાચાર