કલોલ હાઇવે પર વીજળીના થાંભલા સાથે ફોર્ચ્યુનર અથડાતા કચ્ચરઘાણ
કલોલ હાઇવે પર અકસ્માત થવું સામાન્ય થઈ ગયું છે. આજે એક ફોર્ચ્યુનર કાર ધડાકાભેર સાથે ઈલેક્ટ્રીક વિજપોલ સાથે અથડાતા પાંચ લોકોને સામાન્ય ઇજા થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને થતા ઇએમટી લક્ષ્મણ માનવર તેમજ પાયલોટ ચિરાગ ગોસ્વામી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ તેમના દ્વારા ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ જણાને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે કાર ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાતા પોલ ધરાસાઈ થઈ ગયો હતો તેમજ ફોરચુનર કાર ને પણ ભારે નુકસાન થયું હતું. આ અકસ્માત અંબિકા થી જેપી ગેટ જવાના રસ્તા ની વચ્ચે થયો હતો
કલોલમાં એલસીબીનો સપાટો,બારોટવાસમાં કુખ્યાત જુગારધામ પકડ્યું
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ