કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો 

કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો 

Share On

કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે આજે કલોલ ખાતે કામદાર વીમા યોજના(ESIC) હેઠળ નિર્માણ પામનારી ૧૫૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ તેમજ KIRC કેમ્પસ કલોલ ખાતે શ્રી ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ૭૫૦ બેડની આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

KIRC કેમ્પસ કલોલ ખાતે જાહેર કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, આજે કલોલ માટે બે મોટા અવસર છે, કેન્દ્ર સરકારની કામદાર વીમા યોજના(ESIC) હેઠળની નવનિર્માણ પામનાર ૧૫૦ બેડની સંપૂર્ણ આધુનિક હોસ્પિટલ તેમજ શ્રી ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ૭૫૦ બેડની અત્યાધુનિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કલોલમાં બનવા જઈ રહી છે.

કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન,નગરપાલિકા ક્યારે જાગશે ?

ESIC હોસ્પિટલમાં કલોલ, કડી, છત્રાલ સહિતના ઔદ્યોગિક એકમોમાં કાર્ય કરતા કામદારો તો સેવા પ્રાપ્ત કરશે જ ઉપરાંત કલોલ તેમજ આસપાસના તાલુકામાં વસતા નાગરિકો માટે પણ હોસ્પિટલની સેવા પ્રાપ્ત થાય તે મુજબની વ્યવસ્થા કરવા બદલ શ્રી ભૂપેન્દ્ર યાદવનો આભાર વ્યક્ત કરુ છું. આજરોજ ખાતમુહૂર્ત થયેલ બંને હોસ્પિટલો કલોલને આરોગ્ય ક્ષેત્રે ખૂબ આગળ લાઇ જનારા બની રહેશે. બને હોસ્પિટલોમાંથી સેવાની સરવાણી ફૂટશે. ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક રીતે ધમધમતા કલોલમાં ૫૦ બેડની જૂની જર્જરિત થઈ ગયેલી ESIC હોસ્પિટલ તોડીને નવી આધુનિક ૧૫૦ બેડની હોસ્પિટલ બનવાના અવસરે શ્રી શાહે સંતોષ વ્યક્ત કર્યો હતો.

કલોલ સમાચાર