ગાંધીનગર: સેક્ટર ચારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, ચાર ફાયર કર્મચારીઓ ઘાયલ
ગાંધીનગરના સેક્ટર ચાર ખાતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં મકાનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન બાજુમાં આવેલી ઝૂંપડીઓમાં પણ આગ ફેલાઈ હતી.
સૂચના મળતાં ફાયર વિભાગે તરત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા વચ્ચે બચાવ કાર્ય દરમિયાન ચાર ફાયર કર્મચારીઓ ઘાયલ થયા હતા.
ફાયર કર્મચારીઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.