કલોલમાં હેડ કોન્સ્ટેબલને હાર્ટ અટેક આવતા ફરજ પર મૃત્યુ પામ્યા

કલોલમાં હેડ કોન્સ્ટેબલને હાર્ટ અટેક આવતા ફરજ પર મૃત્યુ પામ્યા

Share On

મૃતક હેડ કોન્સ્ટેબલ ગાંધીનગર એલસીબી માં કાર્યરત હતા…..

ગાંધીનગર જિલ્લાના કલોલમાં આજરોજ ગાંધીનગર એલસીબી માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું હાર્ટ અટેક આવવાને કારણે મૃત્યુ થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ ના ગુલ મોહન પાર્કમાં રહેતા અને ગાંધીનગર એલસીબી માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લતીફ મહેમુદ ખાન નું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. હેડ કોન્સ્ટેબલ ફરજ પર હતા, તે દરમિયાન તેઓએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ ગાંધીનગર થી પોતાના ઘરે પરત ફર્યા હતા. જેમને દુખાવો વધુ થતો હોવાને કારણે પરિવારજનો દ્વારા કલોલ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતુ.

 

કલોલ ના ગુલમોહન પાર્કમાં રહેતા લતીફ ભાઈ મહેમુદ ખાન પઠાણ આજ રોજ સવારે ગાંધીનગર એલસીબી માં કાર્યરત હતા. તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડવાને કારણે ઘરે પરત ફર્યા હતા. જેમને સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને છાતીમાં અસહય દુખાવો થવાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આ સમાચાર સાંભળીને મૃતકના પરિવારજનો તેમ જ પોલીસ બેડામાં શોક નું મોજુ ફરી વળ્યું હતું.

મૃતક હેડ કોન્સ્ટેબલ ગાંધીનગર એલસીબી માં કાર્યરત હોવાને કારણે ગાંધીનગર એલસીબી તેમજ ગાંધીનગર જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.તેમજ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે કલોલ ની સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઘરના મોભીના મૃત્યુના સમાચાર સાંભળીને હોસ્પિટલમાં પરિવારજનો એ ભારે આક્રંદ મચાવ્યો હતો. તેમજ પોલીસ જવાનો પણ હેડ કોન્સ્ટેબલના મૃત્યુ પર ગમગીન થઈ ચૂક્યા હતા.

કલોલ સમાચાર