લોલની અમુક સોસાયટીઓમાં રોડ રસ્તાના ઠેકાણા નથી. વાત જયારે કલોલની સૌથી જૂની સોસાયટીની હોય તો આ મુદ્દો વધુ ગંભીર બની જાય છે.
ભાવના સોસાયટીની ચોમાસામાં ખરાબ હાલત
પ્રાપ્ત વિગતો અનુસાર સિંદબાદ હાઈવે પર ડી માર્ટની સામે આવેલ ભાવના સોસાયટીની ચોમાસામાં ખરાબ હાલત થઇ ગઈ છે. અહીં RCCનો પાક્કો રોડ ના બનાવવામાં આવતા કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે.
વિગતો અનુસાર વોર્ડ નંબર 1માં આવેલ આ સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ચૂંટાઈને આવેલ કાઉન્સિલરોનું પણ આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જોકે કોઈએ આ બાબતે ધ્યાન આપ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવના સોસાયટીમાં ઘેર ઘેર બીમારી પણ જોવા મળી રહી છે. નગરપાલિકા અને તંત્ર આ બાબતે કાર્યવાહી કરે તેવી રહીશોની માંગણી છે.
અહીં ક્લિક કરી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો
ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી