પંચવટી વિસ્તારમાં બાંકડા તોડનાર તોફાની તત્વો બેફામ બન્યા,હવે શું કર્યું,જાણો 

પંચવટી વિસ્તારમાં બાંકડા તોડનાર તોફાની તત્વો બેફામ બન્યા,હવે શું કર્યું,જાણો 

Share On

 ઔડા ગાર્ડનમાં લુખ્ખા તત્વોએ બાંકડા તોડ્યા

કલોલના પંચવટી વિસ્તારમાં બાંકડા તોડનાર ગેંગ વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને આસપાસના લોકો તેમજ સિનિયર સિટિજનોમાં રોષ ફેલાયો છે. વારંવાર થતી આવી અસામાજિક પ્રવુતિથી વડીલો અને બાળકો કંટાળી ગયા છે. પોલીસને અરજી આપી હોવા છતાં હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. આ તોફાની તત્વો અહીં બેસેલ વડીલોને કેસ કરવાની ધમકી પણ આપતા રહે છે.

કલોલ માં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. લોકો બેફામ બની રહ્યા છે તેમજ કાયદાનો ડર રહ્યો લાગતો નથી. સુવિકસિત અને સભ્ય ગણાતા પંચવટી વિસ્તારમાં આવેલ ઔડા ગાર્ડનમાં  મુકવામાં આવેલ બાંકડા અમુક અસામાજિક તત્વોએ તોડી દીધા છે. આ ઉપરાંત દસ જેટલા બાંકડાને ઊંધા વાળી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઔડા ગાર્ડન માં છાસવારે થતી આ પ્રવૃત્તિને કારણે સિનિયર સીટીઝન કાઉન્સિલે શહેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી દોષિત વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે.

ઔડાના બગીચામાં જન્મદિવસની ઉજવણી કરનારા આવારા લુખ્ખા તત્વોએ ઘરના સંસ્કાર ભુલાવીને વરવું પ્રદર્શન કર્યું હતું, વડીલો અને બાળકો માટે બેસવાના બાંકડાને  નુકશાન પહોંચાડ્યું હતું. બગીચાના બોર્ડ પર કેક લગાવીને તેની શોભા બગાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

સિનિયર સીટીઝન દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવી છે. શહેર પોલીસ સ્ટેશનમાં અપાયેલ અરજીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. ઔડા ગાર્ડનમાં અવાર નવાર આવા કૃત્યોને કારણે લોકો ત્રાહિ પોકારી ઉઠ્યા છે.

કલોલમાં રેડીમેડ કપડાના શો રૂમ નું ઉદ્દઘાટન કરાયું, એક વખત અચૂક મુલાકાત લો

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

 

કલોલ સમાચાર