કલોલમાં અમિત શાહના હસ્તે સરદાર બાગ અને  રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત, જુઓ ફોટા

કલોલમાં અમિત શાહના હસ્તે સરદાર બાગ અને રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત, જુઓ ફોટા

Share On

 લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો 

 કલોલમાં અમિત શાહ

ગાંધીનગરના કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર BVM ગેટ રેલવે ઓવર બ્રિજ અને સરદાર પટેલ ગાર્ડન નવીનીકરણ કાર્ય હેતુ શિલાન્યાસ કર્યો. આ રેલ્વે ઓવર બ્રિજથી કલોલ નગરપાલિકાના રહીશોના સમય અને ઇંધણની બચત થશે તેમજ વાહનવ્યવહાર સુવિધામાં સાનુકૂળતા વધશે.

કોઈપણ રોગથી રક્ષણ માટે તેની જાગૃતિ જરૂરી છે. આ અન્વયે આજે ગાંધીનગરના મોટી ભોયણ ખાતે કેન્સરના નિદાન અને સારવાર માટે જાગૃતિ અને તપાસ અભિયાન શરૂ કર્યું તેમજ PMJAY લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું. મોદી સરકાર નાગરિકોની આરોગ્ય સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે.

કલોલ આવી પહોંચેલા અમિત શાહે બગીચા અને રેલવે ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઓવરબ્રિજ બનવાને કારણે લોકોને પડતી હાલાકીનો અંત આવશે. આ ઉપરાંત એક કરોડના ખર્ચે સરદાર બાગનું રીનોવેશન પણ કરવામાં આવશે. અમિત  શાહને જોવા અને સાંભળવા ભારત માતા ટાઉનહોલમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Entry Video :

 

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોટી ભોયણ પહોંચ્યા

વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવશે

ટૂંક સમયમાં અમિત શાહ,ભુપેન્દ્ર પટેલ કલોલ પહોંચશે

કલોલ પહેલા મોટી ભોયણ એક કાર્યક્રમમાં ભાગ લેશે

 

ભારત માતા ટાઉનહોલમાં વ્યવસ્થા પૂર્ણ કરી દેવાઈ

શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ લીધું

 

કલોલના મુખ્ય રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

બોરીસણા ગરનાળા, વર્કશોપ ત્રણ રસ્તા,ત્રણ આંગળી સર્કલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

 

 

 

કલોલમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પધારી રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહના હસ્તે કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ અને જાહેર સભાને પણ સંબોધશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શુભ હસ્તે બપોરે ૧૧:૪૫ કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેર સભાના સ્વરૂપમાં કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

 

 

કલોલમાં અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે,આ સ્થળોએ થશે સ્વાગત,જાણો સમગ્ર રૂટ 

 

 

કલોલ સમાચાર